વડોદરામાં દારૂબંધીના લીરેલીરાઃ ટલ્લી દારૂડિયો હાથમાં બોટલ લઈને ફરતો રહ્યો ને કોઈ કશું ના કરી શક્યું, જુઓ વીડિયો
વડોદરા શહેરમાં એક યુવાન હાથમાં દારૂની બોટલ લઇને નશામાં ચૂર થઇને રસ્તાઓ પર ફરતો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાહાકાર મચી ગયો હતો. જોકે, આ મામલે પોલીસને કોઇ જાણકારી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતી ઘટના સામે આવી છે. જેમાં હાથમાં દારૂની બોટલ લઇને વડોદરાના સુસેન સર્કલ પાસે એક યુવક આરામથી ફરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.