હૈદરાબાદઃ પ્રેમીએ વીડિયો કોલ કર્યો, પ્રેમીકા હસતી રહી ને યુવકે કરી લીધો આપઘાત, વીડિયો જોઇ હચમચી જશો
Continues below advertisement
હૈદરાબાદઃ 20 વર્ષીય યુવકે ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાતચીત દરમિયાન જ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ વાતચીતનો કથિત વીડિયો ભારે વાયરલ થયો છે. પ્રેમમાં નિષ્ફળતા પછી યુવકે સૂસાઇડ કર્યું હોવાનું કહેવાય છે. પોલીસનું કહેવું છે કે, વાતચીત પછી સાડીથી ફાંસો લગાવી યુવક પંખે લટકી જાય છે. વીડિયોમાં એવું પણ સંભળાય છે કે, તે પોતાની જીદંગી ખતમ કરી રહ્યો છે અને યુવતી તેને તેવું ન કરવા જણાવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટના 13 કે 14 માર્ચની હોવાની પોલીસને શંકા છે. યુવક ભાડાના મકાનમાં મોટી બહેન સાથે રહેતો હતો. જોકે, ઘટના વખતે તે એકલો જ હતો.
Continues below advertisement