ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભા બહાર ફેંકાયું જૂતું, જુઓ વીડિયો
ગાંધીનગરઃ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભાની બહાર જૂતું ફેંકવામાં આવ્યું છે. ગોપાલ પટેલ(ઇટાલિયા) નામના યુવકે પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું. સરકારના ભ્રષ્ટાચાર, દારૂબંધીના તાયફાથી ત્રસ્ત થઈને મેં આ પગલું ભર્યું હોવાનું પત્રકારો સાથેની વાતમાં જણાવ્યું હતું. તે પોતે સરકારી કર્મચારી હોવાનું જણાવ્યું હતું. ગોપાલની અત્યારે અટકાયત કરવામાં આવી છે.
આ અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈને ફોન કરીને પોતે પોલીસ કોન્સ્ટેબલ હોવાનો કહીને ફોન કર્યો હતો. જેની ઓડિયો ક્લીપ વાયરલ થયેલ હતી. ખોટી ઓળખ આપવા બદલ ગોપાલ ઇટાલિયા પર કેસ પણ થયેલ, જેમાં હાલ તે જમીન પર છે. જે હાલ ધંધુકા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે કામ કરે છે.

Tags :
Patidar