રૈના, ધોની અને હરભજનસિંહની દીકરીઓનો આ ક્યુટ વીડિયો જોઇ થઇ જશો ખુશ
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને સુરેશ રૈના સહિતના ખેલાડીઓની પત્નીઓ પતિની તમામ મેચને જોવા માટે સ્ટેડિયમમાં અચૂક હાજરી આપતી હોય છે. આઇપીએલ દરમિયાન તેઓ પણ પતિની સાથે પ્રવાસ કરતી રહે છે. ભારતીય ખેલાડીઓની સાથે સાથે તેમની દીકરીઓ પણ ચર્ચા રહેતી હોય છે.
તાજેતરમાં જ સુરેશ રૈનાએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં સુરેશ રૈનાની દીકરી ગ્રેસિયા, ધોનીની દીકરી જીવા અને હરભજનસિંહની દીકરી હિનાયાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ત્રણેય જણા રમતા જોવા મળી રહ્યા છે. રૈનાએ આ વીડિયો પોસ્ટ કરી લખ્યું કે, ring ò roses ❤️❤️❤️ @harbhajan3 @mahi7781 #Hinaya #Ziva #Gracia