બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલે ઘણા દાયકાઓ સુધી ફિલ્મી પડદા પર રાજ કર્યું છે.

સની 80-90ના દાયકામાં બોલિવૂડનો સ્ટાર રહ્યો છે.

સનીએ પોતાના ખાસ અભિનયને કારણે બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે

જોરદાર એક્શન અને ઉત્તમ ડાયલોગ ડિલિવરી દ્વારા તેણે કરોડો ચાહકોના દિલ પર રાજ કર્યું.

ફિલ્મો પછી, અભિનેતાએ રાજકારણની દુનિયામાં પગ મૂક્યો. અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

અભિનેતા હાલ અમેરિકામાં છે અને તેની સારવાર કરાવી રહ્યો છે.

65 વર્ષીય સની દેઓલને થોડા અઠવાડિયા પહેલા એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી.

સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી ભાજપના સાંસદ છે. સારવારમાં હોવાના કારણે તે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવા આવ્યો નહોતો.

સની દેઓલના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો તેને ફિલ્મોમાં કામ કરતા લગભગ 39 વર્ષ થઈ ગયા છે.

તેની આગામી ફિલ્મોમાં 'ગદર 2', 'ચુપ', 'સૂરિયા', 'અપને 2' અને 'બાપ'નો સમાવેશ થાય છે.