'કુમકુમ' ના નામથી જાણીતી જુહી પરમાર 13 ડિસેમ્બરે 43 વર્ષની થશે. ટીવી શો 'કુમકુમ' થી ફેમસ થયેલી જુહી પરમાર લાખો દિલો પર રાજ કરતી હતી. ટીવીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં તેનું નામ સામેલ હતું. જુહી પરમાર થાઈરોઈડ જેવી ગંભીર બીમારીનો શિકાર બની હતી. આ બીમારીને કારણે તેનું વજન ઝડપથી વધી રહ્યું હતું. લગભગ 2-3 મહિનામાં જૂહીનું વજન 15 થી 17 કિલો વધી ગયું હતું. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતાના વ્લોગમાં કર્યો છે. તેણે જણાવ્યું કે સ્થૂળતાને કારણે તેનો ચહેરો ખરાબ રીતે સૂજી ગયો હતો. તાજેતરમાં જ જુહી પરમારે વેબ સિરીઝ 'યે મેરી ફેમિલી 2'થી વાપસી કરી છે. All Photo Credit: Instagram