ટીવીનો લોકપ્રિય શો અનુપમા આ દિવસોમાં ચર્ચામાં છે. સમરના મૃત્યુ પછી શોની વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કિંજલ અને તોષૂની એકવાર ફરી શોમાં એન્ટ્રી થઇ છે. કિંજલના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણોસર તેઓને પાછા આવવું પડ્યું. શોમાં કિંજલનું પાત્ર ભજવનાર અભિનેત્રી નિધિ શાહે શોમાં પરત ફરવા અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે એ પણ જણાવ્યું કે શું તે લીપ પછી પણ શોનો ભાગ રહેશે કે નહીં. નિધિ શાહે કહ્યું કે તે શોમાં પાછી આવી છે કારણ કે તે સ્ક્રિપ્ટની માંગ હતી. મેકર્સ શોમાં નવા ટ્વિસ્ટ લાવવા જઈ રહ્યા છે, જેના કારણે શોમાં લીપ જોવા મળશે. નિધિએ કહ્યું કે તે લીપ પછી પણ શોનો ભાગ રહેશે. All Photo Credit: Instagram