દર વર્ષે બોલિવૂડ અભિનેત્રીઓ દેવી સમક્ષ માથું નમાવવા માટે દુર્ગા પૂજા પંડાલની મુલાકાત લે છે આ વર્ષે પણ અભિનેત્રી માતાના આશીર્વાદ લેવા મુંબઈના એક દુર્ગા પંડાલમાં પહોંચી હતી. કાજોલ હંમેશાથી દુર્ગા પૂજાનો તહેવાર ઉત્સાહથી ઉજવે છે અને તે હંમેશા મા દુર્ગાના દર્શન માટે પંડાલમાં પહોંચે છે. . આ વર્ષે પણ અભિનેત્રી માતા દેવી સમક્ષ નમન કરવા માટે મુંબઈના જુહુમાં ઉત્તર બોમ્બે સર્વજનીન દુર્ગા પૂજા પંડાલમાં આવી હતી. કાજોલ દુર્ગા પૂજા માટે ટ્રેડિશનલ લુકમાં પહોંચી હતી. તેણે પીળા કલરની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સમય દરમિયાન કાજોલે તેના વાળનો અંબોડો પણ વાળ્યો હતો અભિનેત્રીએ લાલ રંગની બિંદી, બંગડીઓ અને કાનની બુટ્ટીઓ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. દુર્ગા પંડાલમાં, અભિનેત્રીએ માતાની મૂર્તિની સામે તેના ફોટા પણ ક્લિક કર્યા અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.