સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મીનો જન્મ 5 મેના રોજ બેલગામમાં થયો હતો. તેણે 15 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે માત્ર સાઉથની જ નહીં પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની પ્રથમ ફિલ્મ 'ક્રિશ્ચિયન બ્રધર્સ' હતી. તેમની ફિલ્મ સુપરહિટ રહી હતી. જો કે, રાય લક્ષ્મી ફિલ્મ 'જુલી 2'થી ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. રાય લક્ષ્મીનું નામ ભારતીય ક્રિકેટર ધોની સાથે જોડાયું હતું. અભિનેત્રી ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ હતી. રાય લક્ષ્મીએ બ્રેકઅપ બાદ ક્રિકેટર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. All Photo Credit: Instagram