ગાયનું દૂધ સૌથી સારો આહાર માનવામાં આવે છે ગાયનું દૂધ, અન્ય દૂધથી અલગ પીળા રંગનું હોય છે ગાયના દૂધમાં કેલ્શિયમની સાથે પ્રોટીન પણ હોય છે આ પ્રોટીનનું નામ કેરાટીન છે, જેના કારણે દૂધ સાધારણ પીળું હોય છે તેના સેવનથી દિલ, દિમાગ સહિત તમામ અંગ એક્ટિવ રહે છે ઉપરાંત અનેક બીમારી થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે ગાયનું દૂધ ઈમ્યુન સિસ્ટમ વધારવા માટે ફાયદાકારક છે તેમાં પ્રોબાયોટિક્સ મળી આવે છે, જેનાથી બોડીમાં રોગો સામે લડવાની ક્ષમતા વધી જાય છે તેમાં અન્યની જેમ ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો થઈ જાય છે ગાયના દૂધમાં મેંટલ ડિસઓર્ડર થવાની સંભાવના ઓછી થઈ જાય છે અને તત્વોની પૂર્તિ થાય છે