ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ ફરી એકવાર એરપોર્ટ પર પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેની તસવીરોની લોકો પ્રશંસા કરી રહ્યા છે. આ લેટેસ્ટ તસવીરોમાં અક્ષરા સિંહે પિંક શર્ટ અને ડેનિમ પહેર્યું છે. એક્ટ્રેસનો આ શાનદાર લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અક્ષરા સિંહ બહુ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી મારવા જઇ રહી છે જો કે અભિનેત્રી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બિગ બોસ ઓટીટીમાં આવ્યા બાદ અક્ષરા સિંહની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram