જેકલીન ફર્નાન્ડિઝે પહેરી ખૂબ જ સુંદર સાડી, જુઓ તસવીરો

આ દિવસોમાં અભિનેત્રી તેના હોટ ફોટોશૂટને કારણે ઘણી ચર્ચામાં રહેવા લાગી છે. સોશિયલ મીડિયા પર દરરોજ અભિનેત્રીનો નવો અવતાર જોવા મળી રહ્યો છે.

હવે ફરી એકવાર તે જેકલીનના નવા લુકને કારણે ચર્ચામાં આવી છે. આ વખતે તે એથનિક લુકમાં જોવા મળી રહી છે.

જેકલીન પહેલા પણ તેના કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ચુકી છે. આમાં તે બ્રાઉન કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે, જેના પર ગોલ્ડન સિક્વન્સ વર્ક કરવામાં આવ્યું છે.

આ લુકમાં તે એટલી સુંદર લાગી રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે. જેકલીને કેમેરાની સામે અલગ-અલગ એક્સપ્રેશન આપ્યા છે.

જેક્લિને તેના લુકને લાઇટ બ્રાઉન શેડ, રોઝી ગાલ અને સ્મોકી આઇ મેકઅપ સાથે કમ્પ્લેટ કર્યો છે . આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.