ખતરોં કે ખિલાડી સીઝન 13માં આ વખતે મોરોક્કન-ફ્રેન્ચ મોડલ સાઉન્ડૂસ મોફકીર જોવા મળી છે.

સાઉન્ડૂસે ખતરોં કે ખિલાડીમાં પહેલું ટાસ્ક જીતી સનસની મચાવી છે.

શિવ ઠાકરે અને અરિજિત તનેજા સાથે સાઉન્ડૂસ મોફકીરે તેનું પહેલું કાર્ય જીત્યું છે.

પ્રથમ ટાસ્ક જીત્યા બાદ તેણે આ અઠવાડિયે વધુ સ્ટંટ કરવા પડશે નહીં.

ખતરોં કે ખિલાડીમાં સાઉન્ડૂસ મોફકીરે જણાવ્યું કે તે મોરોક્કોની છે.

તે 2021માં ભારત આવી હતી. સાઉન્ડૂસ મોફકીર અભિનેત્રી અને મોડલ છે.

ભારત આવતા પહેલા પણ તે મોરક્કન મોડલિંગ કરતી હતી.

ભારત આવ્યા બાદ તેણે સૌપ્રથમ એમટીવીના શો રોડીઝમાં ભાગ લીધો હતો.

જે બાદ તેને સ્પ્લિટ્સવિલા ઓફર કરવામાં આવી હતી.