કોણ છે શિબાની દાંડેકર? બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર 19 ફેબ્રુઆરીએ ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે લગ્ન કરશે. લગ્ન ફરહાનના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં યોજાશે. આ લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થશે. શિબાની દાંડેકર સિંગર, એક્ટ્રેસ અને એન્કર છે. તેણે પોતાના કરિયરની શરૂઆત અમેરિકન ટીવી એન્કર તરીકે કરી હતી. ફરહાન અને શિબાની 2018થી રિલેશનશિપમાં છે. બંને છેલ્લા ચાર વર્ષથી ડેટ કરી રહ્યા છે. શિબાની દાંડેકર સિંગર, એક્ટ્રેસ અને એન્કર છે. તેણે પોતાના કરિયરની શરૂઆત અમેરિકન ટીવી એન્કર તરીકે કરી હતી. ભારત આવ્યા બાદ શિબાનીએ ઘણા હિન્દી શો અને ઈવેન્ટ્સ હોસ્ટ કર્યા છે. શિબાનીએ ફિલ્મો, ટીવી શો, રિયાલિટી શો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. શિબાનીની પહેલી ફિલ્મ 'રોય' હતી. શિબાની 'ઝલક દિખલા જા 5', 'ખતરો કે ખિલાડી'માં સ્પર્ધક હતી. શિબાની દાંડેકરે રિયાલિટી શોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. શિબાનીને સંગીતનો પણ શોખ છે. પોતે પણ સિંગર છે. તેનું એક મ્યૂઝિક બેન્ડ છે જેનું નામ ડી-મેજર છે.