કિંજલ ઉર્ફે 'અનુપમા'ની અભિનેત્રી નિધિ શાહે નાના પડદા પર લોકપ્રિયતા મેળવી છે. નિધિ શાહ ને'અનુપમા'માં કિંજલ શાહનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મળી છે મુંબઈમાં જન્મેલી નિધિ શાહ લોકપ્રિય અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે તેણે 'જાના ના દિલ સે દૂર', 'તુ આશિકી' અને 'કાર્તિક પૂર્ણિમા' જેવા ટીવી શોમાં કામ કર્યું છે. તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. સ્નાતક થયા પછી નિધિ શાહે અભિનય શરૂ કર્યો છે અભિનેત્રીએ ટીવી પહેલા બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. નિધિ શાહે વર્ષ 2013માં ફિલ્મ 'મેરે ડૅડ કી મારુતિ'થી અભિનયની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ 2016માં 'જાના ના દિલ સે દૂર'થી નાના પડદે ડેબ્યૂ કર્યું હતું. All Photo Credit: Instagram