મલાઈકા અરોરાએ પોતાની ફિલ્મી કરિયર બનાવવા માટે ઘણી મહેનત કરી છે મલાઈકા અરોરા એમટીવીના ઘણા શોમાં વીજે તરીકે જોવા મળી છે. મલાઈકાએ સૌપ્રથમ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો તે તેના મોડલિંગ દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી. તે પછી તેણે પંજાબી આલ્બમ ગીત ગુર નાલ ઇશ્ક મીટામાં કામ કર્યું. તે ગીતે મલાઈકાને તેની કારકિર્દીને આગળ વધારવામાં ઘણી મદદ કરી. બોલિવૂડ ફિલ્મ દિલ સેમાં આઈટમ સોંગ છૈયા છૈયા કરીને મલાઈકા વધુ ફેમસ થઈ હતી તે પછી તેણે ઘણી ફિલ્મોમાં નાનકડી ભૂમિકા પણ ભજવી હતી. આજે મલાઈકા નવી પેઢીની પ્રેરણા બની ગઈ છે. આ દિવસોમાં મલાઈકા પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહી છે.