આ વર્ષનું પ્રથમ ગ્રહણ હોળીના દિવસે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં હોળી કેવી રીતે રમવી તેની ચિંતા બધાને છે. આવો અમે તમને તેના વિશેની તમામ મહત્વની વાતો જણાવીએ. આ દિવસે ચંદ્રગ્રહણ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને બપોરે 03:01 વાગ્યે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણના કારણે લોકો વધુ ચિંતિત છે, પરંતુ ચિંતા કરશો નહીં. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવાય છે કે, કે ચંદ્રગ્રહણની હોળી પર કોઈ અસર નહીં થાય. એવું પણ કહેવાય છે કે ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ભારતમાં માન્ય રહેશે નહીં. પરંતુ જો તમે ઈચ્છો તો આ ગ્રહણ દરમિયાન તમે ગાયત્રી મંત્ર અને મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરી શકો છો. અને જો તમે ઈચ્છો તો ગરીબોને થોડી દક્ષિણા પણ દાન કરી શકો છો.