હિંદુ ધર્મમાં મોરના પીંછાનું વિશેષ મહત્વ છે અને તે ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે.



વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં મોરનું પીંછ રાખવું શુભ હોય છે અને તેનાથી પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.



મોર પીંછાને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.



તેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે.



પૂજા રૂમમાં મોર પીંછા રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.



વાસ્તુ અનુસાર જો પૂજા રૂમમાં દેવી લક્ષ્મી પાસે મોરનું પીંછ રાખવામાં આવે તો આર્થિક લાભ થવાની સંભાવના રહે છે.



મોરનાં પીંછાને તિજોરીમાં રાખવામાં આવે તો તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે.



એવું માનવામાં આવે છે કે જો મોર પીંછાને એવી જગ્યાએ રાખવામાં આવે છે જ્યાં પૈસા રાખવામાં આવે છે, તો તે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.