હિન્દુ ધર્મમાં પરંપરા છે કે નવજાત શિશુઓ અને નાના બાળકોને ચાંદીના ઘરેણાં પહેરવામાં આવે છે

ચાંદીની સાંકળ, પાયલ કે ગળાનો હાર શુભ માનવામાં આવે છે

જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ તેનું ખૂબ મહત્વ છે

આ જ કારણ છે કે, અન્નપ્રાશન (પ્રથમ ભોજન સમારંભ) દરમિયાન પણ બાળકોને તેમનું પહેલું ભોજન ચાંદીના વાસણમાં ખવડાવવામાં આવે છે

જન્મ પછી બાળકો નકારાત્મક ઉર્જાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે

આ કારણ મુજબ નાના બાળકોને કાળો દોરો અથવા ચાંદીની સાંકળ પહેરાવવામાં આવે છે

જ્યોતિષીઓના મતે, ચાંદીની સાંકળ પહેરવાથી બાળકને ખરાબ નજરથી રક્ષણ મળે છે

ચાંદીને શુભ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે

ચાંદી પહેરવવાથી બાળકનું મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.