પનામા પેપર્સ કેસમાં એશ્વર્યા રાયની ઇડીએ લગભગ છ કલાક સુધી પૂછપરછ કરી હતી.
તેના પર વિદેશોમાં સંપત્તિ જમા કરવાનો આરોપ છે


એક્ટ્રેસ જૈકલિન ફર્નાન્ડિઝને ઇડીના સમન્સનો સામનો કરવો પડ્યો છે.
જૈકલિન સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રરિંગ કેસમાં કનેક્શનનો આરોપ છે.


સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રરિંગ કેસ સાથે એક્ટ્રેસ નોરા ફતેહીને પણ ઇડીના સવાલનો સામનો કરવો પડ્યો છે.



એક્ટ્રેસ યામી ગૌતમને કેન્દ્રિય તપાસ એજન્સીઓના સવાલનો સામનો કરવો પડ્યો હતો.
તેના પર ફેમાના નિયમોના ભંગનો આરોપ હતો.


એક્ટર સુશાંત સિંહ કેસમાં રિયા ચક્રવર્તીનું નામ આવ્યા બાદ ઇડીએ તેને અને તેના ભાઇ શૌવિકને સમન્સ મોકલ્યું હતું.



મેગા સ્ટાર અમિતાભ બચ્ચને 2017માં પનામા પેપર્સ કેસમાં કેન્દ્રિય તપાસ એજન્સીઓનો સામનો કરવો પડ્યો હતો.



વર્ષ 2015માં એક્ટર શાહરૂખ ખાનને પણ કેન્દ્રિય તપાસ એજન્સીઓનો સામનો કરવો પડ્યો હતો.



એક્ટર સલમાન ખાન વર્ષ 2006માં ઇડીના શંકાના ઘેરામાં આવ્યા હતા.
ઇડીએ તેમને એક ઇમ્પોર્ટેડ કાર ખરીદવા મામલામાં પૂછપરછ કરી હતી.


વર્ષ 2001માં એક્ટર સંજયની હવાલા કેસમાં પૂછપરછ કરી હતી.