રમેશભાઈ ઓઝા ટોચના કથાકાર છે. તેમને લોકો ભાઈશ્રીના હુલામણા નામે ઓળખે છે. રમેશભાઈ ઓઝાનો જન્મ અમરેલીના રાજુલા તાલુકાના દેવકા ગામમાં થયો છે. રમેશભાઇ ઓઝાએ અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. રમેશભાઈ ઓઝાનું, ભાગવત આચાર્ય, ભાગવત ભૂષણ સહિત ઘણા પુરસ્કારોથી સન્માન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રમેશભાઈ ઓઝાના મુખે 800થી વધારે કથાઓનું આયોજન થઈ ચૂક્યું છે 2006માં તેમને હિન્દુ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમેશભાઈ ઓઝા એ ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા તેમણે સાંદિપની વિદ્યાનિકેતનની સ્થાપના કરી હતી. રમેશભાઈ ઓઝાના માતા નું નામ લક્ષ્મીબેન અને પિતાનું નામ વ્રજલાલ ભાઈ ઓઝા હતું. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ