ટીવીથી લઇને બૉલીવુડ સુધી સફર કરનારી એક્ટ્રેસ શ્વેતા તિવારીને આજકાલ કોઈ ઓળખની જરૂર નથી. સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં રહે છે શ્વેતા શ્વેતા તિવારી ફરી એકવાર પોતાની હૉટનેસને લઇને ચર્ચામાં છે. શ્વેતાએ તાજેતરમાં જ 'મેં હૂં અપરાજિતા'ની સાથે નાના પડદા પર વાપસી કરી છે. શ્વેતા તિવારીના આ શૉને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, મા ના રૉલને તે પડદા પર સારી રીતે નિભાવી રહી છે. હાલમાં ઇન્ટરનેટ પર શ્વેતા તિવારીની તસવીરો વાયરલ થઇ રહી છે તે શૉર્ટ પેન્ટની સાથે ક્રૉપ ટૉપ અને તેના પર બ્લૂ બ્લેઝર પહેરીને દેખાઇ રહી છે. 42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા તિવારી બિગ બૉસ સિઝન 4ની વિજેતા રહી છે (All Photos-Instagram)