ટીવી અભિનેત્રી જિયા શંકર ટૂંક સમયમાં બિગ બોસ OTT 2માં જોવા મળશે. જિયા 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે અભિનેતા રિતેશ દેશમુખ સાથે પણ કામ કર્યું છે. જિયા 2022માં રિતેશ દેશમુખ અને જેનેલિયાની મરાઠી ફિલ્મ વેડમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે રિતેશ દેશમુખની વિરુદ્ધ ભૂમિકામાં હતી. ફિલ્મમાં રિતેશની લવ ઈન્ટરેસ્ટ બની હતી. જિયાએ 2013માં એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. તેણે તમિલ અને તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. તે વેબ સીરિઝ Virgin Bhasskar 2 માં જોવા મળી હતી. All Photo Credit: Instagram