સિઓલથી આલિયા ભટ્ટનો સ્ટાઇલિશ લુક વાયરલ થયો હતો આલિયા ભટ્ટ ગુચીની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે Gucci Cruise 2024 ફેશન શોમાં આલિયા ભટ્ટનો લુક ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આલિયાનો બ્લેક કટ આઉટ ડ્રેસ ખૂબ જ ગ્લેમરસ છે આ સાથે તેની પારદર્શક બેગ પણ લાઈમલાઈટમાં છવાયેલી છે. આલિયાએ તેના ઈન્સ્ટા પર સિયોલની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ વાયરલ મીમનો જવાબ આપ્યો છે. આલિયાએ પોસ્ટ શેર કરીને લખ્યું- હા બેગ ખાલી હતી. વાસ્તવમાં, ચાહકો તેને બેગ વિશે પૂછપરછ કરી રહ્યા હતા આલિયાએ પોતે પોતાના એકાઉન્ટ પર અંદરની પાર્ટીની તસવીરો શેર કરી છે. આલિયાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે.