ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી એકવાર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ માહિતી તેણે પોતે પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. નોરાના મેનેજર તરફથી એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. નોરા 28 ડિસેમ્બરે કોરોનાવાયરસ માટે પોઝિટિવ આવી હતી નોરાએ 28 ડિસેમ્બરથી પોતાને આઈસોલેશનમાં રાખી છે નોરા કોરોનાના તમામ પ્રોટોકોલ ફોલો કરી રહી છે ડોક્ટરની સૂચના મુજબ તેણે પોતાને ક્વોરેન્ટાઈન કર્યા છે. નોરા ફતેહીની કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે