આથિયા અને કેએલ રાહુલના લગ્ન બાદ હવે અભિનેત્રીના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે.

શ્રુતિ હસન શાંતનુ હજારિકા સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલો છે.

તેઓ લિવ-ઈનમાં રહે છે અને હવે બંને સંબંધોને નવું નામ આપવા માંગે છે.

શાંતનુના જન્મદિવસની તસવીરો સામે આવતા બંને લગ્ન કરી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

વર્ષના અંત સુધીમાં બંને સાત ફેરા લઈ શકે છે.

શાંતનુ હજારિકા એક ચિત્રકાર છે અને મુખ્યત્વે મુંબઈમાં રહે છે.

મૂળ આસામના શાંતનુ સાથે શ્રુતિની પહેલી મુલાકાત 2018માં થઈ હતી.

બંને એકબીજાને પ્રેમ કરે છે અને અવારનવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આ સંબંધને તેમના પરિવારજનોની મંજૂરી મળી ગઈ છે અને લિવ-ઈનમાં રહે છે.