નાના પડદાથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી અવનીત કૌરને આજે કોઈ ઓળખની જરૂર નથી. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં તેણે ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ પહેર્યું છે જેમાં તે કિલર સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળે છે. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અનેક ટીવી શો અને મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે. અવનીત કૌર છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી. તે ‘લવ કી અરેન્જ મેરેજ’ ફિલ્મમાં જોવા મળશે All Photo Credit: Instagram