ચિત્રાંગદા સિંહ બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને નિર્માતા છે.

તેમનો જન્મ 28 માર્ચ 1976ના રોજ મેરઠમાં થયો હતો.

ફિલ્મોમાં આવતા પહેલાં તેમણે મોડેલિંગથી કરિયરની શરૂઆત કરી હતી.

તેમણે 2003માં ‘હઝારોં ખ્વાહિશેં ઐસી’થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.

2025માં તેઓ ‘હાઉસફુલ 5’ અને ‘રાત અકેલી હૈ: ધ બન્સલ મર્ડર્સ’માં જોવા મળી હતી.

તેમની આગામી ફિલ્મોમાં 2026ની ‘માતૃભૂમિ’નો સમાવેશ થાય છે.

ચિત્રાંગદા સિંહે સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

 (All Photo Instagram)