નોરા ફતેહીએ ફરી એકવાર પોતાની સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લીધું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે ગોલ્ડન વર્કની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં નોરા સાડી પહેરીને ખુલ્લા મેદાનમાં પોઝ આપતી જોવા મળે છે. નોરા ફતેહી હંમેશા તેના અલગ અંદાજ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે નોરા ફતેહીએ હિન્દી સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'થેંક ગોડ' સિવાય નોરા ફતેહી '100 પર્સન્ટ'માં જોવા મળી હતી. તે કન્નડ ફિલ્મ KD – The Devilમાં જોવા મળશે All Photo Credit: Instagram