બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે બોલિવૂડમાં 25 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે PVRમાં KKK ફિલ્મ ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો છે. આથી જ કરીના કપૂરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. કરીના કપૂરે 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી ડેબ્યૂ કર્યું હતું. 2024માં કરીનાને ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યાને 25 વર્ષ થઈ ગયા છે. આ ખાસ અવસર પર PVR એ KKK ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરી હતી. પીવીઆર આઈનોક્સે કરીના કપૂર ખાન ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત કરી છે. PVR એ મુંબઈમાં આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં બધાની નજર કરીના કપૂર પર ટકેલી હતી. કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. All Photo Credit: Instagram