સુનીલ શેટ્ટીએ બોલિવૂડમાં એક્શન હીરો તરીકે પોતાની ઓળખ બનાવી છે સુનીલ શેટ્ટીએ 1992માં 31 વર્ષની ઉંમરે ફિલ્મ 'બલવાન'થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી સુનીલ શેટ્ટીની પ્રથમ ફિલ્મ બલવાનને ભારે સફળતા મળી અને તે રાતોરાત સ્ટાર બની ગયો હતો ફિલ્મની સફળતા છતાં પણ સુનીલ શેટ્ટીની ટીકા બંધ ન થઈ લોકોએ તેને ઈડલી વેચવાની સલાહ પણ આપી હતી એક્શન સ્ટાર સુનીલ શેટ્ટી 1990 ના દાયકામાં બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંથી એક બની ગયો તેણે મલ્ટિ-સ્ટારર ફિલ્મો કરી અને પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું ધડકન, જાની દુશ્મન અને અન્ય ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી સુનિલ શેટ્ટીની 2007ની ફિલ્મો કેશ અને દસ કહાનિયા બાદથી બોલિવૂડમાં કોઈ હિટ ફિલ્મ નથી વન ટુ થ્રી, ડેડી કૂલ, દે દના દન, નો પ્રોબ્લેમ ટુ થેંક યુ સહિતની તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ