બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અનેક હિટ ફિલ્મો આપી ચૂકી છે જોકે કિયારાએ એક ફ્લોપ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો તેણે કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તે સ્કૂલમાં બાળકોના ડાયપર બદલતી હતી. કિયારા અડવાણીએ રેડિયો સીટીને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો કિયારાએ કહ્યું કે હું પ્રિસ્કૂલમાં જતી હતી અને બાળકોને સંભાળતી હતી તેણે કહ્યું કે મે બાળકોને અક્ષરો, સંખ્યાઓ શીખવાડી, તેમના ડાયપર પણ બદલ્યા હતા કિયારાને એમ.એસ 'ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'થી લોકપ્રિયતા મેળવી હતી. કિયારાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાની 6 ફિલ્મો આપી છે. All Photo Credit: Instagram