એક્ટ્રેસ અને મોડલ આકાંક્ષા શર્માએ નવું ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં આકાંક્ષા સિલ્વર લહેંગામાં જોવા મળી રહી છે. તેણે ફિલ્મ 'ત્રિવિક્રમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરાઇ રહ્યો છે કે તે ટાઇટર શ્રોફની રૂમર્ડ ગર્લફ્રેન્ડ છે જોકે આ અંગે બેમાંથી કોઇએ પણ જાહેરમાં સ્વીકાર કર્યો નથી. વાસ્તવમાં ટાઈગર શ્રોફ અને આકાંક્ષા શર્માએ બે મ્યુઝિક મીડિયામાં સાથે કામ કર્યું છે. પહેલા મ્યુઝિક વિડિયોનું નામ 'કેસનોવા' છે અને બીજાનું નામ 'આઈ એમ એ ડિસ્કો ડાન્સર 2.0' છે. આ બંને ગીતોમાં આકાંક્ષા સાથે ટાઈગરની કેમેસ્ટ્રી જબરદસ્ત હતી આ સિવાય તે બાદશાહના હિટ મ્યૂઝિક વીડિયો 'જુગનુ'માં પણ જોવા મળી હતી. All Photo Credit: Instagram