મ્યુચ્યુઅલ ફંડ SIP લાંબા ગાળે મોટું ફંડ બનાવે છે.

જો તમે દર મહિને માત્ર ₹1,000ની SIP કરો તો 20 વર્ષમાં કુલ ₹2.40 લાખનું રોકાણ થશે.

સરેરાશ 11% વાર્ષિક વળતર મળે તો 20 વર્ષ પછી ફંડ આશરે ₹8.74 લાખ થઈ શકે છે.

10% વાર્ષિક વળતર પર ફંડનું અંદાજિત મૂલ્ય આશરે ₹7.66 લાખ થઈ શકે છે.

9% વાર્ષિક વળતર મળે તો 20 વર્ષ બાદ આશરે ₹6.73 લાખનું ફંડ બની શકે છે.

આ ગણતરીમાં લાંબા સમય સુધી મળતા ચક્રવૃદ્ધિ વળતરનો મહત્વનો ફાળો છે.

નાની રકમથી શરૂ કરેલી SIP પણ લાંબા ગાળે મોટું ભંડોળ ઊભું કરવામાં મદદ કરી શકે છે.

નિયમિત રોકાણ અને નાણાકીય શિસ્ત SIPમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જોકે, મ્યુચ્યુઅલ ફંડનું વળતર નિશ્ચિત નથી અને બજારની સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે.

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો)