પોસ્ટ ઓફિસમાં ઘણી બધી બચત યોજનાઓ ચાલે છે.

પોસ્ટની સિનિયર સિટિજન સેવિંગ સ્કીમ (SCSS) નિવૃત્તિ પછી નિયમિત આવક આપે છે.

આ યોજનામાં હાલમાં 8.2% વાર્ષિક વ્યાજદર લાગુ છે.

SCSSની મૂળ મુદત 5 વર્ષની, મેચ્યોરિટી બાદ ખાતું વધુ 3 વર્ષ લંબાવી શકાય છે.

યોજનામાં ઓછામાં ઓછું ₹1,000થી રોકાણ શરૂ કરી શકાય છે.

SCSSમાં મહત્તમ ₹30 લાખ સુધી જમા કરી શકાય છે.

વ્યાજની ચુકવણી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.

સામાન્ય રીતે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

₹30 લાખના રોકાણ પર 8.2% દરે વાર્ષિક વ્યાજ આશરે ₹2.46 લાખ મળે.

એટલે કે ત્રિમાસિક (દર 3 મહિને) આશરે ₹61,500 થાય.