દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો ગઈકાલે 67મો બર્થ ડે હતો આ પ્રસંગે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી પિતા માટે બાબુલનાથ મંદિર પહોંચ્યા હતા. આકાશે બાબુલનાથ મંદિરમાં માથું નમાવીને પિતા મુકેશ અંબાણીની લાંબી ઉંમરની પ્રાર્થના કરી હતી. અંબાણીના મોટા પુત્રના મંદિર જતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ ફોટામાં આકાશ અંબાણી બાબુલનાથ મંદિરમાં જતા જોઈ શકાય છે આ દરમિયાન તે આછા વાદળી રંગના કુર્તા પાયજામામાં જોવા મળ્યો ફોટામાં, આકાશ ઉચ્ચ સુરક્ષા વચ્ચે મંદિરની અંદર જતા જોઈ શકાય છે. આકાશ અંબાણી રિલાયન્સ જિયોની કમાન સંભાળી રહ્યા છે. આકાશ અને શ્લોકા એન્ટિલિયામાં રહે છે.