જ્યારે મોટાભાગના લોકોને પૈસાની જરૂર હોય છે, ત્યારે તેમના મનમાં પ્રશ્ન આવે છે કે શું તેઓ FD સામે લોન મેળવી શકે છે જો તમારા મનમાં પણ આ જ સવાલ છે તો આ સમાચાર તમારા માટે છે. અચાનક પૈસાની જરૂર પડે તો કેટલાક લોકો તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડી નાખે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે શું તેઓ FD પર લોન મેળવી શકશે કે નહીં? તમને જણાવી દઈએ કે તમે FDના મૂલ્યના 90% સુધીની લોન લઈ શકો છો. જો FDની કિંમત 1 લાખ રૂપિયા છે, તો તમને 90,000 રૂપિયાની લોન મળી શકે છે. FD સામે લોન લેવા માટે, તમારે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતાં 1 અથવા 2% વધુ વ્યાજ ચૂકવવું પડશે. જો તમને તમારી FD પર 5% વ્યાજ મળે છે, તો તમે 6 થી 7% વ્યાજ દરે લોન મેળવી શકો છો. જો ભવિષ્યમાં લોનની જરૂર પડે તો એફડી તોડાવાના બદલે એફડી પર જ લોન લઈને જરૂરિયાત પૂર્ણ કરી શકો છો વિવિધ બેંકો અલગ અલગ એફડી પર અલગ અલગ વ્યાજ ઓફર કરી રહી છે તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે