સરકાર પોસ્ટ ઓફિસના સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા પર 8.20 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્રની જમા રકમ પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. KVP પર 7.50 ટકા વ્યાજ દર પણ ઉપલબ્ધ છે PPF સ્કીમ પર 7.1 ટકા વ્યાજ દરનો લાભ ઉપલબ્ધ છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ પર 7.70 ટકા વ્યાજનો લાભ ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસ માસિક બચત યોજના પર 7.40 ટકા વ્યાજ દર ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકોને SCSS પર 8.20 ટકા વ્યાજનો લાભ મળી રહ્યો છે. પોસ્ટ ઓફિસ પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર 6.70 ટકા ઓફર કરે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક ધોરણે 4 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝીટ સ્કીમ પર 6.90 ટકાથી 7.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.