દરેક વ્યક્તિનો લોન લેવાનો હેતુ અલગ અલગ હોય છે લોન લેવા માટે બેંકને કેટલાક દસ્તાવેજ આપવા પડતા હોય છે વ્યક્તિને જીવનમાં અનેક પ્રસંગોએ પૈસાની જરૂર પડે છે. જેમાં પર્સનલ લોન, કાર લોન, હોમ લોન, બિઝનેસ લોન અને અન્ય અનેક પ્રકારની લોનનો સમાવેશ થાય લોન લેવા માટે તમારે બેંકને કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં ITRની માહિતી પણ સામેલ છે ITR એક રીતે તમારી આવકનો પુરાવો છે. તમારા પગારના તમામ સ્ત્રોત તેમાં દર્શાવવામાં આવ્યા છે. ઘણી બેંકો આ આધાર પર જ લોન આપે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે ITR ભર્યા વિના, તેઓ લોન મેળવી શકશે નહીં. તો ચાલો તમને જણાવી દઈએ કે એવું નથી. જો તમે ITR ન ભરો. તો પણ તમે લોન લઈ શકો છો. આ માટે, સૌ પ્રથમ તમારે તમારો CIBIL સ્કોર વધુ સારી રીતે જાળવવો પડશે. ઘણી બેંકો તમને ITR વગર તમારા CIBIL ના આધારે લોન આપે છે. તેથી ઘણી બેંકો તમને પર્સનલ લોન માટે કોલેટરલ માંગી શકે છે. જેમાં તમારે કંઈક ગીરવે રાખવાનું હોય છે. પછી લોન મળે છે.