જો તમે ભારતના છો, તો તમારો પાસપોર્ટ જારી કરવામાં આવ્યો ત્યારથી દસ વર્ષ માટે માન્ય છે. તે પછી, તમારે તેને રિન્યુ કરવાની જરૂર છે.



વેલિડિટી સમાપ્ત થયાના ત્રણ વર્ષ સુધી અથવા એક વર્ષ પહેલાં સુધી રિન્યુ કરાવી શકો છો.



પાસપોર્ટ ઓનલાઈન રિન્યુ કેવી રીતે કરવો:
પાસપોર્ટ સેવા વેબસાઇટ પર જાઓ.


જો તમે હજી સુધી નોંધણી કરાવી નથી, તો તમારે તે કરવાની જરૂર પડશે. નોંધણી કરવા અને તમારું લોગિન આઈડી મેળવવા માટે ફક્ત સૂચનાઓને અનુસરો.



તમારી લૉગિન વિગતોનો ઉપયોગ કરીને પોર્ટલમાં લૉગ ઇન કરો.



'એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ/પાસપોર્ટ રિ-ઇશ્યૂ' વિકલ્પ પસંદ કરો.



બધી જરૂરી વિગતો ચોક્કસ રીતે ભરો



'પે એન્ડ શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ' વિકલ્પ પસંદ કરો.



ઉપલબ્ધ ચુકવણી પદ્ધતિઓમાંથી એકનો ઉપયોગ કરીને તમારી ફી ચુકવણી કરો.



એકવાર તમે તેને સંપૂર્ણ રીતે ભરી લો તે પછી તમારું ફોર્મ સબમિટ કરો