રાજકોટમાં ઘણા વેપારીઓ 10 રૂપિયાના સિક્કા સ્વીકારી રહ્યા નથી દુકાનદાર 10નો સિક્કો લેવાથી ઈનકાર કરે તો શું કરશો ઘણા દુકાનદારો એવા છે જે ગ્રાહકો પાસેથી 10 રૂપિયાના સિક્કા લેવાનો ઇનકાર કરે છે પરંતુ આવું કરવું કાયદાકીય રીતે ખોટું છે. જ્યાં સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI કોઈપણ સિક્કા પર પ્રતિબંધ નહીં મૂકે ત્યાં સુધી દરેક દુકાનદારે ગ્રાહક પાસેથી સિક્કો લેવો પડશે. જો તે આમ નહીં કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ દુકાનદાર તમારી પાસેથી 1 રૂપિયા અથવા 10 રૂપિયાનો સિક્કો લેવાનો ઇનકાર કરી રહ્યો છે તો પહેલા તેને કાયદાના નિયમો સમજાવો. જો કોઈ દુકાનદાર તમારી સાથે ગેરવર્તન કરે છે તો તમે તેની સામે ફરિયાદ નોંધાવી શકો છો. તમે RBIની સત્તાવાર વેબસાઇટ અથવા તેના ટોલ ફ્રી નંબર 144040 પર ફરિયાદ કરી શકો છો. જો સિક્કો નહીં લેવામાં આવે તો દુકાનદાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવી શકે છે.