દેશના દરેક નાગરિક માટે પોતાની આવક પર ટેક્સ ભરવો ફરજિયાત છે. આ ટેક્સ દર વર્ષે ચૂકવવામાં આવે છે.



આ વર્ષે આવકવેરા રિટર્ન એટલે કે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.



જો તમે આ વર્ષે પણ આવકવેરા રિટર્ન ફાઇલ કરવા જઈ રહ્યા છો, તો પહેલા તમારે જાણવું જોઈએ કે કઈ આવક પર ટેક્સ લાગતો નથી.



ભારતમાં ખેતીમાંથી થતી આવક પર કોઈ આવકવેરો ભરવાનો નથી.



જો તમે તમારા બચત ખાતામાંથી વ્યાજ દ્વારા 10,000 રૂપિયાથી ઓછી કમાણી કરી રહ્યા છો તો તમારે કોઈ કર ચૂકવવો પડશે નહીં.



જો તમારા બે ખાતા હોય અને તમે એક ખાતામાંથી 10,૦૦૦ રૂપિયા અને બીજા ખાતામાંથી 5000 રૂપિયા કમાતા હોવ તો તમારી 5000 રૂપિયાની કમાણી કરપાત્ર રહેશે.



વરિષ્ઠ નાગરિક બચત યોજના દ્વારા રોકાણ કરાયેલી મૂળ રકમ પર કોઈ કર લાગતો નથી. બીજી તરફ, તમારે મળેલા વ્યાજ પર કર ચૂકવવો પડશે.



પીએફ ખાતામાં જમા કરાયેલી રકમ આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ મુક્તિ છે. એકમાત્ર શરત એ છે કે આ રકમ બેસિક પગારના 12 ટકાથી વધુ ન હોવી જોઈએ.



સરકારી કર્મચારીઓએ ગ્રેચ્યુઈટી પર કોઈપણ પ્રકારનો આવકવેરો ચૂકવવાનો રહેતો નથી.



20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી રકમ પર કોઈ કર નથી. ખાનગી કર્મચારીઓ માટે આ મર્યાદા 10 લાખ રૂપિયા છે.



જ્યારે કોઈપણ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અથવા કોઈપણ પુરસ્કાર મળે છે ત્યારે તેના પર પણ કોઈ આવકવેરો લાગતો નથી.



સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં 5 લાખ રૂપિયા સુધીની રકમ આવકવેરામાંથી મુક્ત છે.