જૂન મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા થયેલા ટ્રાન્જેક્શન વાર્ષિક ધોરણે 23 ટકા વધીને 22.72 અબજ થયા.

દરમિયાન તેમની વેલ્યૂ 20 ટકા વધીને 28.92 લાખ કરોડ રૂપિયા થઈ છે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ બુધવારે આ આંકડા જાહેર કર્યા હતા

જૂનમાં સરેરાશ ધોરણે દરરોજ યુપીઆઈ મારફતે 75.7 કરોડ લેવડદેવડ થઈ હતી

દરમિયાન સરેરાશ દૈનિક ટ્રાન્જેક્શન વેલ્યૂ ₹96,405 કરોડ હતું.

મે મહિનામાં UPI ટ્રાન્જેક્શનની સંખ્યા 23.20 અબજ હતી અને તેમનું મૂલ્ય ₹29.90 લાખ કરોડ હતું.

UPI એ મે મહિનામાં દરરોજ આશરે 748 મિલિયન ટ્રાન્જેક્શન પ્રોસેસ કર્યા

સરેરાશ દૈનિક વ્યવહાર મૂલ્ય આશરે ₹96,465 કરોડ હતું. યુપીઆઈ હવે સમગ્ર ભારતમાં દરરોજ લાખો ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે.

UPI હવે UAE, સિંગાપોર, ફ્રાન્સ, મોરેશિયસ અને શ્રીલંકા સહિત આઠથી વધુ દેશોમાં ઉપલબ્ધ છે

ગ્રીસમાં તાજેતરમાં UPI લોન્ચ થવાથી ગ્રાહકો ઝડપથી, સુરક્ષિત રીતે અને સરળતાથી પૈસા મોકલી શકે છે