નવું નાણાકીય વર્ષ દર વર્ષે 1 એપ્રિલથી શરૂ થાય છે



આ દિવસથી પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાય છે



આ વર્ષે રેલવેએ તેના મુસાફરો માટે પણ ફેરફાર કર્યા છે.



ચાલો જાણીએ રેલ્વેના નવા નિયમો વિશે



રેલવે સ્ટેશનો પર સામાન્ય ટિકિટ માટે હંમેશા મુસાફરોનો ધસારો રહે છે.



આ ભીડને જોઈને રેલવેએ ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધવાનો નિર્ણય લીધો છે.



રેલવેએ 1 એપ્રિલથી સામાન્ય ટિકિટના પેમેન્ટ માટે ડિજિટલ QR કોડને મંજૂરી આપી દીધી છે.



જેના કારણે હવે રેલવે સ્ટેશન પરના જનરલ ટિકિટ કાઉન્ટર પર પણ ઓનલાઈન ટિકિટની સુવિધા ઉપલબ્ધ થશે.



રેલવેએ 1 એપ્રિલ 2024થી લોકો માટે આ સેવા શરૂ કરી છે.



તમે Paytm, Google Pay અને Phone Pay જેવા મુખ્ય UPI મોડ દ્વારા ચૂકવણી કરી શકો છો.