દેશના સૌથી મોટા યુટ્યુબર કેરી મિનાટીને કરોડો લોકો ફોલો કરે છે કેરી મિનાટી ભારતનો નંબર 1 યુટ્યુબર છે અને સોશિયલ મીડિયાથી ઘણી કમાણી કરે છે. તેનું સાચું નામ અજય નાગર છે. માત્ર 24 વર્ષની ઉંમરે દુનિયાભરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. તે યુટ્યુબથી રૂપિયા કમાય છે. તે સિવાય કેરી સોશિયલ મીડિયા પર ઘણી જાહેરાતોમાં પણ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, 11 વર્ષની ઉંમરે કેરી મિનાટીએ યુટ્યુબ પર એક ચેનલ Stealthfearzz બનાવી હતી 15 વર્ષની ઉંમરે કેરીએ બીજી ચેનલ એડિક્ટેડ A1 બનાવી હતી. 2015 માં ચેનલનું નામ બદલીને કેરી મિનાટી કરી દીધું ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, કેરી મિનાટીની નેટવર્થ વર્ષ 2023માં 41 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરી મિનાટીની માસિક આવક 25 લાખ રૂપિયા છે. All Photo Credit: Instagram