ટીમ ઈન્ડિયા માટે ગૌતમ ગંભીરનો રેકોર્ડ મજબૂત છે. તે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. ટીમ ઈન્ડિયા નવા મુખ્ય કોચની શોધમાં છે. આ માટે તેમણે અરજીઓ મંગાવી હતી. એક રિપોર્ટ અનુસાર ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે. તે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર હતો અને ટીમે ટાઈટલ જીત્યું હતું. જો કે હજુ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. શાહરૂખ ખાન પણ જાણે છે કે મુખ્ય કોચ પદ માટે ગંભીરનો સંપર્ક કરવામાં આવ્યો છે. KKR પહેલા, ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. તેમની હાજરીમાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. ગૌતમ ગંભીરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 147 ODI મેચ રમી છે. આ દરમિયાન 5238 રન બનાવ્યા છે તેણે 58 ટેસ્ટ મેચમાં 4154 રન બનાવ્યા છે. ગંભીરે ભારત માટે 37 T20 મેચ પણ રમી છે. જેમાં 932 રન બનાવ્યા છે.