રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 45 સદી ફટકારી છે અને રોહિત શર્માની જર્સીનો નંબર પણ 45 છે આવો જાણીએ રોહિત શર્માનું 45 નંબર સાથે શું છે કનેકશન જ્યારે કોઈ ક્રિકેટર મેદાનમાં રમવા ઉતરે ત્યારે તેને જર્સી નંબર આપવામાં આવે છે જે તેના માટે ખૂબ ખાસ હોય છે, તાજેતરમાં ભારતીય ટીમના ફાંકડા ઓપનરે તેની 45 નંબરન જર્સીનું રહસ્ય જણાવ્યું હતું રોહિત કહ્યું, તેની માતાએ આ નંબર રાખવા કહ્યું હતું માતાએ કહ્યું કે, આ તારા માટે ખૂબ ભાગ્યશાળી હશે જેથી મેં આ નંબર રાખ્યો રોહિત માટે જર્સી નંબર 45 ખૂબ લકી સાબિત થયો છે રોહિત શર્મા માટે વર્લ્ડકપ લકી સાબિત થયો છે, તેણે 51 સિક્સર મારી છે રોહિત આજે પણ જર્સી નંબરનો શ્રેય માતાને આપે છે