મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. રિપોર્ટ્સ અનુસાર, નતાશા, પંડ્યાની 70 ટકા પ્રોપર્ટી લેશે. પંડ્યા કે નતાશા દ્વારા છૂટાછેડા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પંડ્યા IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. તેને ટીમ તરફથી ફી તરીકે 15 કરોડ રૂપિયા મળે છે. પંડ્યા અગાઉ ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો. ગુજરાતની ટીમ પણ પંડ્યાને એટલી જ રકમ આપતી હતી. આ સાથે તેને ભારતીય ક્રિકેટ ટીમ તરફથી મેચ ફી પણ મળે છે. પંડ્યાની કમાણી કરોડોમાં છે. આ સાથે તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. હાર્દિક પંડ્યાએ મુંબઈમાં એક એપાર્ટમેન્ટ લીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ ઘર 30 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.