વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ ટી-20 વર્લ્ડ કપ 2024ની સહ યજમાની કરવા જઈ રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝે આગામી વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે જેની કેપ્ટન્સી રોવમેન પોવેલને સોંપવામાં આવી છે. જ્યારે ઝડપી બોલર અલઝારી જોસેફને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શિમરોન હેટમાયરની વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં વાપસી થઈ છે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં રમતા જોવા મળેલા કાયલ મેયર્સને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી વેસ્ટ ઈન્ડિઝને ટી20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ સીમાં રાખવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાં તેના અભિયાનની શરૂઆત 2 જૂને પાપુઆ ન્યૂ ગિની સામેની મેચથી કરશે. T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ રોવમેન પોવેલ (કેપ્ટન), જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, બ્રાન્ડોન કિંગ, શાઈ હોપ નિકોલસ પૂરન, શેરફાન રધરફોર્ડ, આન્દ્રે રસેલ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ (વાઈસ-કેપ્ટન) , અકીલ હુસૈન, ગુડાકેશ મોતિયે, શમર જોસેફ