દીપિકા પાદુકોણ અભિનયમાં બેશક ટોચ પર છે, પરંતુ તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકી નથી. દીપિકા પાદુકોણ બેંગ્લોરની છે અભિનેત્રીએ બેંગ્લોરની સોફિયા હાઈસ્કૂલમાંથી અભ્યાસ પણ કર્યો છે. દીપિકાએ બેંગ્લોરની માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી ઇન્ટરમીડિયેટ કર્યું છે. દીપિકાએ માઉન્ટ કાર્મેલ કોલેજમાં જ ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું હતું. દીપિકાને મોડલિંગની ઓફર મળ્યા બાદ તેણે અભ્યાસ છોડી દીધો હતો. જે બાદ દીપિકાએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવા માટે IGNOUમાં એડમિશન લીધું હતું. જોકે દીપિકા અહીંથી પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકી ન હતી. દીપિકા પાદુકોણ કોલેજ ડ્રોપઆઉટ છે અભિનય સિવાય દીપકાને બેડમિન્ટન રમવાનો શોખ છે.